ખિસ્સામાં હતો ભોલેનાથનો ફોટો અને કેટલાક સિક્કા..જેણે બચાવ્યો આ પોલીસકર્મીનો જીવ, ખાસ વાંચો અહેવાલ
શુક્રવારે ફિરોઝાબાદમાં પ્રદર્શન હિંસક બન્યું તે સમયે કોન્સ્ટેબલ વિજેન્દરકુમારે બુલેટપ્રુફ જેકેટ પહેર્યું હતું અને છતાં ગોળી આરપાર થઈ ગઈ. જો કે તેમના ખિસ્સામાં સિક્કા ભરેલા વોલેટના કારણે ગોળી શરીરમાં ઘૂસી શકી નહીં. કારણ કે તે ગોળી વોલેટમાં જ ફસાઈ ગઈ.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો (citizenship amendment act 2019) નો વિરોધ દેશના અલગ અલગ ભાગમાં થઈ રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન દિલ્હી (Delhi) સહિત ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં પણ અનેક વિસ્તારોમાં જોવા મળ્યો. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતાં. જ્યારે યુપીમાં તો 16 જેટલા લોકોના મોત થયાં. આ બધા વચ્ચે એક એવા પણ સમાચાર વાઈરલ થયા જેમાં પોલીસકર્મીનો જીવ તેના ખિસ્સામાં રાખેલા વોલેટના કારણે બચી ગયો. ANIના અહેવાલ મુજબ શુક્રવારે ફિરોઝાબાદમાં પ્રદર્શન હિંસક બન્યું તે સમયે કોન્સ્ટેબલ વિજેન્દરકુમારે બુલેટપ્રુફ જેકેટ પહેર્યું હતું અને છતાં ગોળી આરપાર થઈ ગઈ. જો કે તેમના ખિસ્સામાં સિક્કા ભરેલા વોલેટના કારણે ગોળી શરીરમાં ઘૂસી શકી નહીં. કારણ કે તે ગોળી વોલેટમાં જ ફસાઈ ગઈ.
અહેવાલ મુજબ વિજેન્દરકુમાર SPના એસ્કોર્ટમાં સામેલ હતાં. તે સમયે પ્રદર્શન હિંસક બન્યું અને સામેની બાજુથી ફાયરિંગ થયું. વિજેન્દરકુમારે કહ્યું કે આ મારું બીજું જીવન છે અને તે માટે હું ભગવાનનો આભારી છું. તેમણે કહ્યું કે ભારે પથ્થમારા અને ફાયરિંગ વચ્ચે મારે હિંસક ભીડને રોકવાની હતી. આ દરમિયાન એક ગોળી મારી છાતી તરફ આવી અને મારું બુલેટપ્રુફ જેકેટ પણ તેનાથી બચી શક્યું નહીં પરંતુ મારા વોલેટમાં ભગવાન શિવની તસવીર અને થોડા સિક્કા હતાં જેણે મને બચાવી લીધો.
આ VIDEO પણ ખાસ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube